Founder Member

શ્રી અંબાલાલ લલ્લુચંદ શાહ (મણુંદ)

શ્રી અંબાલાલ લલ્લુચંદ શાહ (મણુંદ) કાપડનો વ્યવસાય કરતા હતા. તેમના સુપુત્રો પૈકી શ્રી સુરેશભાઇ અંબાલાલ એ તથા તેમના ધર્મપત્ની સરલાબેન તેમજ તેમના પુત્રો શ્રી હેમંતભાઇ, રાજેષભાઇ અને શ્રી નીતાબેન એ દીક્ષા અંગીકાર કરેલ. આમ સુરેશભાઇના સમગ્ર કુટુંબે દીક્ષા અંગીકાર કરનાર સમાજમાં પ્રથમ હતાં. ધર્મ પ્રત્યેની તેમની લાગણીથી આખુ કુટુંબ સેવાભાવી અને ધર્મપરાયણ હતું.

શ્રી ચીમનલાલ મણીલાલ શાહ (ભાલક)

શ્રી ચીમનલાલ મણીલાલ શાહ (ભાલક) અમદાવાદમાં કરીયણાના વ્યવસાયમાં સ્થાયી હતા. તેમના સત્કાર્યો અને સમાજસેવા આજે પણ જ્ઞાતિજનો યાદ કરે છે. તેમના સુપુત્રો શ્રી બચુભાઇ ને શ્રી મહેશભાઇ પણ વ્યવસાયમાં સક્રિય હતા. તેઓ સામાન્ય  પરિસ્થિતીમાં હોવા છતાં સાધાર્મિક ક્ષેત્રે યોગદાન આપવામાં પાછી પાની કરતા ન હતા.

શ્રી છબીલદાસ ગોકળદાસ શાહ (ભાલક)

શ્રી છબીલદાસ ગોકળદાસ શાહ (ભાલક) અમદાવાદમાં અનાજનો વ્યવસાય કરતા હતા. સમાજ સેવા ક્ષેત્રે તેમનું માર્ગદર્શન હરહંમેશ આવકારવામાં આવતું હતું. પ્રામાણિકતા તેમના જીવનનો મુદ્રાલેખ હતો. તેમના ધર્મપત્ની ચંપાબેન પણ સમાજમાં સત્કાર્ય ક્ષેત્રે જાણીતા હતા. તેમના સુપુત્રો શ્રી સેવંતીભાઇ અને શ્રી ચીનુભાઇ પણ અનાજના જથ્થાબંધ વ્યવસાયમાં નિપુણ હતા. શ્રી ચીનુભાઇ સમાજમાં અનેક હોદ્દા ઉપર સેવાઓ આપી ચૂક્યા હતા. ઉપરાંત અનેક સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દાઓ ઉપર રહી સેવાઓ આપતા હતા.

શ્રી કાંતિલાલ મણીલાલ શાહ (તરભ)

શ્રી કાંતિલાલ મણીલાલ શાહ (તરભ) એ અમદાવાદમાં વીમા એજન્ટ તરીકે જ્ઞાતિમાં લોકપ્રિય હતા. ભાગ્યેજ કોઇ વ્યક્તિ એમનાથી અપરિચિત હશે. સામાજીક કાર્યોમાં સદાયે જાગૃત રહી યથાયોગ્ય રીતે યોગદાન આપતા હતા. તેમના ધર્મપત્ની શારદાબેન ધર્મપ્રેમી હતા અને તેમના સત્કાર્યોમાં પ્રેરણારૂપ હતા. શ્રી કાંતિલાલની યુવાવસ્થામાં તેમના પત્નીનું અવસાન થતાં સમગ્ર પરિવારનો સંપૂર્ણ બોજો ઉઠાવીને બાળકો ને ભણાવ્યા, ગણાવ્યા અને ઉચ્ચ સ્થળોએ યથા યોગ્ય રીતે જોબ કરતા કર્યા. આમ કઠોર પરિશ્રમ વેઠવા છતાં સદાય સસ્મિત સામાજીક કાર્યો કરતા હતા અને આપણી જ્ઞાતિ સમાજની જૂનામાં જૂની માહિતી નો ભરપૂર સંગ્રહ સાચવી રાખી આનંદિત રહેતા હતા. તેમના પુત્રો શ્રી ભરતભાઇ, કિરણભાઇ, પિયુષભાઇ હતા.

શ્રી લહેરચંદ ન્યાલચંદ શાહ (બોકરવાડા)

શ્રી લહેરચંદ ન્યાલચંદ શાહ (બોકરવાડા) સમાજલક્ષી સેવાકીય કાર્યો કરવામાં અગ્રેસર હતા. ગજાનન પાઠકના ત્યાં એકાઉન્ટન્ટ તરીકે પ્રામાણિક પણે સેવાઓ આપતા હતા. તેમના સુપુત્રો શ્રી હિંમતલાલ અમદાવાદમાં સ્થાયી હતા. તેમના સુપુત્રો શ્રી મિહીરભાઇ અને શ્રી હિંમાંશુભાઇ કન્સ્ટ્રકશનના વ્યવસાયમાં સ્થાયી છે. શ્રી કુમારપાળ U.S.A. માં સ્થાયી થયેલ પરંતુ સંજોગોવસાત ટૂંકા સમયની માંદગી ભોગવી અવસાન પામેલ. તેમના ધર્મપત્ની અત્યારે U.S.A. માં સ્થાયી છે.

શ્રી મફતભાઇ ઝવેરચંદ ગાંધી (રણુંજ)   

શ્રી મફતલાલ ઝવેરચંદ ગાંધી (રણુંજ) એ સમગ્ર સમાજની એકતા કરવા ખુબજ અગત્યના કાર્યો કરતા હતાં તેટલુજ નહીં સમગ્ર જૈન શાસનમાં સાધુ-સાધ્વિ મહારાજોને ધાર્મિક જ્ઞાન આપવા ક્ષેત્રે ખૂબજ સજાગ અને જાગૃત રહેતા હતા. સમગ્ર જૈન સમાજમાં તેમને પંડિત તરીકેનું ઉપનામ મળેલ હતું. તેમના હાથ નીચે અભ્યાસ કરી ગયેલ સાધુ ભગવંતો પૈકી મોટા ભાગના આચાર્યો, ઉપાધ્યાય, ગચ્છાધિપતિઓ થઇ ગયા છે. ધાર્મિક સાહિત્ય અને કંકોત્રીઓ છાપવા માટે સમગ્ર દેશમાં તેમનું નામ મોખરાનું ગણાતુ હતું. એમ. બાબુલાલ પ્રિન્ટરના નામે વ્યવસાય કરતા હતા. જે નામે આજે તેમના વારસદાર શ્રી શ્રેણીકભાઇ ગાંધી ધંધો કરે છે. તેમના પુત્રો શ્રી કિર્તીભાઇ, ભરતભાઇ અને શ્રી નયનભાઇ છે. તેમના સત્કાર્યોમાં તેમના ધર્મપત્ની મંગુબેન પ્રેરણાસ્તોત્ર હતાં.

શ્રી ઉત્તમલાલ જગજીવનદાસ શા (ઉનાવા)

શ્રી ઉત્તમલાલ જગજીવનદાસ શાહ (ઉનાવા) એ આપણી જ્ઞાતિની મોભાદાર અને સન્માનીય વ્યક્તિ હોવા ઉપરાંત સમાજપ્રેમી વ્યક્તિ તરીકે ખૂબ જ જાણીતા હતા. અમદાવાદમાં કોઇપણ સ્વજન આવે તો તેને માનભેર આવકાર આપી રહેવા-જમવા ઉપરાંત યોગ્ય વ્યવસાય ક્ષેત્રે મદદરૂપ થતા હતા. તેમના સુપુત્રો ડો. અંબાલાલ, શ્રી નરોત્તમદાસ અને શ્રી ચંપકલાલ હતા. ડો. અંબાલાલ દાક્તર તરીકે સમાજમાં જાણીતા હતા. જ્યારે શ્રી નરોત્તમદાસ અને શ્રી ચંપકલાલ એ બંન્ને ચુનીલાલ મયાચંદ મહેતા (ચશ્માવાળા) ને ત્યાં સહયોગી ભાગીદાર હતા. તેમનો પરિવાર અત્યારે પણ આ દવાના ધંધામાં સક્રિય છે.

શ્રી વાડીલાલ લહેરચંદ શા (બોકરવાડા)

શ્રી વાડીલાલ લહેરચંદ શાહ (બોકરવાડા) ખૂબ જ ધર્મિષ્ઠ, સાધર્મિકોને દરરોજ સન્માનપૂર્વક સાથે બેસાડી જમાડીને જમતા હતા. તેઓ મસ્કતી માર્કેટમાં મહેતાજી તરીકેની સામાન્ય નોકરી કરતા હોવા છતાં ધર્મ, પ્રામાણિકતા અને સમાજપ્રેમી હતા. તેમની પુત્રીઓએ સમગ્ર જ્ઞાતિમાં સૌપ્રથમ દીક્ષા અંગિકાર કરી હતી. જે સાધ્વીજી ચંદ્રવૈશાસજી મ.સાના નામે સુવિખ્યાત છે. તેમના પુત્રો શ્રી બાબુભાઇ, હિંમતભાઇ અને રતીભાઇ કાપડના વ્યવસાયમાં સ્થાયી થયા અને શ્રી બાબુભાઇએ સાથે સાથે રેલ્વેક્લેઇમ એડવાઇઝર તરીકે કારકિર્દી ડેવલપ કરી. શ્રી હિંમતભાઇ પણ જ્ઞાતિમાં અજોડ સેવાઓ આપી ચુક્યા છે. તેમના જયેષ્ઠ પુત્ર અશોકભાઇ આજે પ્રમુખપદે રહી સંસ્થાની પ્રગતિ અને સભ્યોની જરૂરીયાતોના ક્ષેત્રે જાગૃત રહી સમાજલક્ષી કાર્યો કરે છે. તેમના માતૃશ્રી સંતોક બા અને ધર્મપત્ની શકરીબેન તેમના સત્કાર્યોના પ્રેરકબળ હતા.