Education / Higher Education

-: શૈક્ષણિક / ઉચ્ચ શૈક્ષણિક સહાય :-

હાલના વર્તમાન યુગમાં શિક્ષણ / ઉચ્ચ શિક્ષણની જરૂરીયાત ખૂબજ રહેલ છે. તેથી આપણા મંડળની પ્રાથમિક અને બુનિયાદી પ્રવૃત્તિ હરહંમેશા શિક્ષણની રહેલ છે. કારણકે શિક્ષણ / ઉચ્ચ શિક્ષણ વિના વ્યક્તિ કે સમાજનો વિકાસ શક્ય જ નથી. કહેવાય છે કે દરેક સમસ્યાની માસ્ટર કી શિક્ષણ જ છે. આ બાબત ને સક્રીય રીતે ધ્યાનમાં રાખીને  માર્ગદર્શન અને પ્રેરણારૂપ બને તે દિશામાં પહેલ કરીને આપણા મંડળે “ શ્રીમતી રાઇબેન નાથાલાલ મુળચંદ ગાંધી “ (મોઢેરા) કાયમી શૈક્ષણિક સહાય યોજના (ધોરણ ૧ થી ૧૦) તથા ઉચ્ચ શૈક્ષણિક સહાય યોજના શાહ સમુબેન કેશવલાલ ન્હાલચંદ માધવજીની સ્મૃતીમાં શાહ સુભદ્રાબેન સુમતિલાલ કેશવલાલ સરૈયા (ઉનાવા) ના માતબર દાનથી શરૂ કરેલ છે.

આ યોજના અંતર્ગત ધોરણ ૧ થી ૧૦ ના વિધ્યાર્થી / વિધ્યાર્થીનીઓને તથા ધોરણ ૧૧-૧૨ તથા ડિપ્લોમાના વર્ષોથી વિધ્યાર્થીની શિક્ષણ ફી, સત્ર ફી, કોમ્પ્યુટર ફી તેમજ ગણવેશ માટે ધારા ધોરણ મુજબ સહાય આપવામાં આવે છે.

આ યોજના હેઠળ જ્ઞાતિ સભ્યોને દર વર્ષે ચોપડા/પેનસેટનું વિતરણ રાહત દરે કરવામાં આવે છે. ધોરણ ૧ થી ૧૨ ના વિધ્યાર્થી / વિધ્યાર્થીનીઓને પાઠ્યપુસ્તકની રકમ દર વર્ષે આપવામાં આવે છે.

દર ૩ વર્ષે શૈક્ષણિક પુરસ્કાર સમારોહ યોજી તેજસ્વી વિધ્યાર્થી / વિધ્યાર્થીનીઓનું બહુમાન કરવામાં આવે છે. ધોરણ ૧૦ તથા ૧૨ પછીના અભ્યાસક્રમના માર્ગદર્શન માટેના કાર્યક્રમનું આયોજન કરી તેમાં વિધ્વાન વ્યાખ્યાતા બોલાવી જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે. આ પ્રવૃત્તિ માટે આપણા મંડળ દ્વારા શિક્ષણ / ઉચ્ચ શિક્ષણ સમિતિની રચના કરવામાં આવેલ છે. જેઓ આ પ્રવૃત્તિઓની શ્રેષ્ઠ કામગીરી બજાવે છે.