Shubh Lagna

-: શુભ લગ્ન યોજના :-

આજના મોંઘવારીના કપરા સમયમાં લગ્નનું આયોજન ખુબજ ખર્ચાળ છે. તેથી શ્રી મહેસાણા પ્રાંત જૈન દશા શ્રીમાળી જ્ઞાતિ મંડળે સમગ્ર જ્ઞાતિમાં સર્વ પ્રથમ સમુહલગ્ન નું આયોજન તા.૦૪-૦૫-૧૯૮૦ ના રોજ મહુડી ગામે કોટયર્ક મહાદેવના પટાંગણમાં સફળતા પૂર્વક સંપન્ન કર્યું. સમુહલગ્ન નો મુખ્ય ઉદ્દેશ જ્ઞાતિ સભ્યો, જ્ઞાતિના યુવક-યુવતિઓ એકબીજાની નજીક આવે તથા એકબીજાને ઓળખે જેથી જ્ઞાતિની એકસુત્રતા જળવાઇ રહે. આ સમુહલગ્નને આધુનિક સ્વરૂપ આપી આપણા મંડળના આજના સુત્રધારોએ ડિસેમ્બર-૨૦૧૩ ના રોજ “ શુભલગ્ન યોજના “ અમલમાં મુકી. પહેલા બે શુભલગ્ન તા.૦૮-૧૨-૨૦૧૩ ના રોજ જ્ઞાતિ મંડળના હોલ ઉપર સફળતા પૂર્વક સંપન્ન થયા. આ દિવસ અમદાવાદ જ્ઞાતિમંડળના ઇતિહાસમાં સોનેરી અક્ષરમાં લખાશે. ઇતિહાસ સ્વયં બનતો નથી પરંતુ ઇતિહાસનું સર્જન આપણા મંદળના સંચાલકોએ સિધ્ધ કરી બતાવ્યું.

આ યોજનાને સફળ બનાવવા આપણી જ્ઞાતિ પાસે દાનનું એક બુંદ માંગ્યું, પરંતુ જ્ઞાતિજનોએ સાગર આપી સતકાર્યની ઝોળી છલકાવી દીધી. શુભલગ્ન યોજના “ શ્રી સીતાબેન સોમચંદ નગીનદાસ શાહ “ ના મુખ્ય સૌજન્ય દાતાના નામથી શરૂ થઇ. મંગળસુત્રના દાતા તરીકે શ્રીમતી વર્ષાબેન દિલીપકુમાર ભોગીલાલ શાહ (ભાલક), ભોજન સમારંભના દાતા શ્રીમતી સમુબેન કેશવલાલ ન્હાલચંદ શાહ પરિવાર, પાનેતરના દાતા તરીકે શ્રીમતી કંચનબેન હિંમતલાલ વાડીલાલ શાહ (બોકરવાડા) તથા સ્વ. સ્નેહલબેન કુમારપાળ રતિલાલ શાહ, મુખ્ય દ્વાર સુશોભનના દાતા શ્રીમતી મીનાબેન વિભાકર જયંતિલાલ શાહ (ઉનાવા), લગ્ન મંડપ સજાવટના દાતા તરીકે શ્રીમતી નીલાબેન લલચંદભાઇ નાથાલાલ ગાંધી (મોઢેરા), ચોરીના દાતા તરીકે સ્વ. શ્રીમતી પુષ્પાબેન સુરેશચંદ્ર રસીકલાલ ગાંધી (રણુંજ), મા-માટલીના દાતા શ્રીમતી ચંદ્રાબેન રજનીકાંત જોઇતાલાલ શાહ, કરીયાવરના દાતા શ્રીમતી પ્રવિણાબેન બકુભાઇ છગનલાલ ગાંધી (સમોડા) તથા શ્રીમતી નીરૂબેન જસવંતલાલ શાહ, ચીમનલાલ શાહ (રણુંજ), ધાર્મિક ઉપકરણોના દાતા શ્રીમતી લીલાવતીબેન ચંપકલાલ નાથાલાલ ગાંધી (મોઢેરા) તથા અન્ય જ્ઞાતિના સભ્યો દ્વારા દાનની ઝોળી છલકાવી આ યોજના સાકાર કરી.