News & Events

News

  • શૈક્ષણિક યોજનાના ઉપક્રમે તા૧૫.૫.૨૦૧૬ ના રોજ સમગ્ર જ્ઞાતિના ૧૪ વર્ષ સુધીની ઉમરના બાળકો માટે ચિત્ર હરીફાઈ નું આયોજન કરેલ છે.
  • શૈક્ષણિક સહાય યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૬-૧૭ ના શૈક્ષણિક વર્ષ માટે સહાય મેળવવા ઈચ્છુક વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીઓએ તે અંગેનું નિયત કરેલ ફોર્મ તા. ૩૧.૫.૨૦૧૬ સુધીમાં મેળવી જરૂરી વિગતો સાથે તા. ૫.૬.૨૦૧૬ સુધી જમા કરાવવાનું રહેશે.
  • વર્ષ ૨૦૧૬-૧૭ માટે પાઠ્ય પુસ્તક સહાય મેળવવા માટેનું ફોર્મ તેમજ માર્કશીટની વિગત અંગેનું ફોર્મ આ સાથે Download વિભાગમાંથી મેળવી શકાશે.
  • સાધર્મિક સહાય અંગેનું ફોર્મ મંડળની ઓફિસેથી મેળવીને તા. ૫.૫.૨૦૧૬ થી ૩૦.૫.૨૦૧૬ સુધીમાં સંપૂર્ણ વિગત સાથે કાર્યાલયમાં પરત કરવાનું રહેશે.
  • ચોપડા/ પેનસેટ-પેન્સીલનું વિતરણ મે મહિનાના છેલ્લા ત્રણ રવિવાર (૧૫.૫.૨૦૧૬,૨૨.૫.૨૦૧૬૨૯.૫.૨૦૧૬) તેમજ જુન મહિનાના પ્રથમ (૬.૬.૨૦૧૬રવિવારે સવારે ૧૦.૦૦ થી સાંજે .૦૦ વાગ્યા સુધી કાર્યાલય ખાતે  કરવામાં કાર્યાલય ખાતે  આવશે.
  • કૃષ્ણનગરનરોડાસૈજપુરબાપુનગરકુબેરનગરવિરાટ નગરઓઢવ એરિયા માટે ચોપડા/ પેનસેટ-પેન્સીલનું વિતરણ શ્રી કલ્પેશભાઈ આર. શાહ- 9426551512  દ્વારા ઉપર મુજબ તારીખે અને સમયે ૨૧/ સીપાયલ પાર્કનયન નગર સોસાયટીજૈન દેરાસર પાછળકૃષ્ણનગર રોડસૈજપુરબોઘાખાતેથી કરવામાં આવશે.

અમદાવાદ મંડળના નવનિર્માણ બિલ્ડીંગમાં નવા ઓપ અને આધુનિક સુવિધા સાથે એ. સી. યુક્ત પાંચ નવા હોલનું રીનોવેશન/ નવનિર્માણ કરવામાં આવેલ છે.
મંડળ દ્વારા દાતાઓને અપીલ કરવામાં આવેલ, જે અપીલને જ્ઞાતિજનોએ ઉમળકા પૂર્વક આવકારી-સ્વીકારી અને વધાવી પણ લીધી છે. આ અંગેની જાહેર કરેલ તમામ સ્કીમોના દાતાઓ આવી ગયા છે.
આ દાતાઓની જ્ઞાતિ મંડળ હાર્દિક અનુમોદના કરી અભિનંદન પાઠવે છે.

અમદાવાદ મંડળના નવનિર્માણ બિલ્ડીંગમાં નવા ઓપ અને આધુનિક સુવિધા સાથે એ. સી. યુક્ત ઉપર વિશાળ 4000 સ્ક્વેર ફૂટના હોલનું નામ ‘પ્લેટીનમ હોલ’ આપવામાં આવેલ છે.
પ્લેટીનમ હોલના દાતા:
શ્રી શાહ ભાઈલાલભાઈ બાબુલાલ ગુન્દરવાલા (પીંઢારપુરા) મુંબઈ પરિવાર.

અગાઉ કાર્યાલય રૂપે કામ કરતું હતું તે હોલને મોટો હોલ બનાવી નવા ઓપ સાથે આધુનિક કક્ષાનો એ. સી. યુક્ત બનાવેલ છે. જેમાં 125 થી 150 માણસ સમાઈ શકે, જેમાં નાનકડા ફંક્શન યોજી શકાય, જેનું નામ ‘ડાયમંડ હોલ’ આપવામાં આવેલ છે.
ડાયમંડ હોલના દાતા:
શ્રીમતી સ્વ. વર્ષાબેન દિલીપભાઈ ભોગીલાલ શાહ (ભાલક) અમદાવાદ પરિવાર.

હોલની નીચે બેઝમેન્ટ ( લગભગ 200 માણસો સમાઈ શકે તેવો) એ. સી. હોલ જેનું નામ ‘ગોલ્ડન ગ્લોરી’ આપવામાં આવ્યું છે.
ગોલ્ડન ગ્લોરી હોલના દાતા:
શ્રીમતી નીલાબેન લાલચંદભાઈ નાથાલાલ ગાંધી (મોઢેરા) મુંબઈ પરિવાર..

પ્રથમ માળે આવેલ બે હોલને આધુનિક ઓપ આપી એ. સી. યુક્ત હોલ બનાવ્યા છે, જેમાં એક હોલનું નામ ‘સૂર્યદીપ હોલ’ અને બીજા હોલનું નામ ‘ચંદ્રદીપ હોલ’ આપવામાં આવેલું છે. ભોયતળીયે ખુલ્લી જગ્યામાં રૂપ અને સજાવટથી કાર્યાલય બનાવેલ છે, જેનું નામ ‘જીવનદીપ’ કાર્યાલય રાખવામાં આવેલ છે.
ચંદ્રદીપ હોલ ( એ. સી. હોલ નં.-1), સૂર્યદીપ હોલ (એ. સી. હોલ નં.-2) અને જીવનદીપ કાર્યાલયના દાતા:
શ્રીમતી સ્વ. કંચનબેન બાબુલાલ દલસુખલાલ ગાંધી (મોઢેરા) અમદાવાદ પરિવાર.

મેડીકલ સહાય યોજના અંતર્ગત જે જ્ઞાતિ બંધુઓએ વીમા પોલીસી યોજનાનો લાભ લીધેલ હોય અને જેઓની મુદત માર્ચ-2016 માં પૂરી થતી હોય તેઓ શ્રી પોતાની પોલીસી રીન્યુ કરાવવા માટે કાર્યાલયમાં રૂબરૂ મળીને તેઓશ્રીએ જે રકમ ભરવાની થાય તે રકમ મંડળને આપશે, તેમની મેડીકલ પોલીસીની બીજી જે રકમ ભરવાની થતી હશે તે મંડળ ભરીને તેમની પોલીસી રીન્યુ કરાવશે.

આ વર્ષે જ્ઞાતિ મંડળ દ્વારા વેબ સાઈટ માટેના બે સૌજન્ય દાતાના ફોટા અને વિગતો સાથે લેવાનું વિચારેલ છે અને બંને સૌજન્યદાતાશ્રીના ફોટો/વિગતો એક વર્ષ માટે હોમ પેજ ખોલતી વખતે દ્રશ્યમાન થશે. જેનો નકરો બંને સૌજન્યદાતાઓએ એકત્રીસ હજાર એકત્રીસ હજાર અનુક્રમે રાખવામાં આવેલ છે. સૌજ્ન્યદાતા આવકાર્ય અને સ્વીકાર્ય છે, તો જે જ્ઞાતિબંધુ આ યોજનામાં લાભ લેવા ઈચ્છા ધરાવતા હોય તેઓશ્રીને તેમનું લેખિત સંમતિપત્ર મંડળના કાર્યાલયમાં મોકલી આપવા વિનંતી છે.

Events

TAPASVI PARNA ON 18TH SEPTMBER, 2016 SUNDAY AT 2 PM AT GYANTI HALL, AHMEDABAD

ચિત્ર હરીફાઈ

આપણા અમદાવાદ મંડળની શૈક્ષણિક સમિતિ દ્વારા તા.૧૫-૫-૨૦૧૬ ના રોજ સમગ્ર જ્ઞાતિના ૧૪ વર્ષ સુધીની ઉંમરના બાળકો માટે ચિત્ર હરીફાઈ નું આયોજન કરવામાં આવેલ છે. જેની વિગત તથા નિયમો માટે નીચે ફાઈલ પર ક્લિક કરો.
Drawing Competition 

___________________________________________

પેઢીઓના સંઘર્ષ અને સંવાદિતા ઉપર જાહેર પ્રવચન

સમ્યગ જ્ઞાન પ્રસાર નિધિ દ્વારા જૂની અને નવી પેઢીઓના સંગર્ષ અને તેના નિરાકરણની યુક્તીઓના વિષય ઉપર પ્રવચન

પ્રવક્તા: ડો. છાયાબેન પી. શાહ
સ્થળ: જ્ઞાતિ હોલ
તા: ૮.૫.૨૦૧૬
સમય: સવારે ૧૦ થી ૧૧
___________________________________________
જ્ઞાતિ હોલની નવા રંગ રૂપ સાથે અધ્યતન રીતે સજાવટ કરી તેના મંગલાચરણ પ્રસંગે ઉપર વિગત મુજબ સ્નાત્ર પૂજાનું આયોજન રાખવામાં આવેલ છે. તો સર્વે જ્ઞાતિજનોને આ શુભ પ્રસંગે પધારવા ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવે છે.તેમજ સ્નાત્ર પૂજા પૂરી થયા બાદ અલ્પહારનું પણ આયોજન કરેલ છે. તો સૌએ પધારવા વિનંતી છે.
સ્થળ:જ્ઞાતિ હોલ
તા: 10-4-2016
સમય: સવારે 10 થી 12

___________________________________________________

જૈનો અને માંઈનોરીટી વિષય પર માર્ગદર્શન યુક્ત પ્રવચન/ વાર્તાલાપ)

જૈન જ્ઞાતિના યુવાનોને મેડીકલ, એન્જીનીયરીંગમાં અનામતના ધોરણે પ્રવેશનો લાભ, જૈન યુવાનોને ઉચ્ચ હોદ્દાઓ જેવાકે કલેકટર, ડાયરેક્ટર નો લાભ, જૈનોના જ્ઞાતિ મંડળોને સરકાર તરફથી નાણાકીય સહાયનો લાભ, ચુંટણીઓમાં લઘુમતીના ધોરણે અનામત સીટોનો લાભ, આ અને આવા અન્ય લાભ જૈનોને મળે તે માટે જૈનોને લઘુમતી કોમ તરીકે જાહેર કરવાની કાર્યવાહી કેન્દ્ર કક્ષાએ અને રાજ્ય સરકારમાં ઝડપથી ચાલી રહીછે.
લઘુમતી એટલે શું? તેનો લાભ જૈનો કેવી રીતે ઉઠાવી શકે, આ માટેની કાર્યવાહી કેવી છે, લાભ ઉઠાવવા શું કરવું જોઈએ જેવા અનેક પ્રશ્નોની વિગતવાર છણાવટ કરવા માટે આ ક્ષેત્ર ના જાણીતા શોશ્યલ વર્કર, ઝાલાવાડ જૈન સંઘના પ્રમુખ, ઝાલાવાડ યુવક મંડળના  સેક્રેટરી, શ્રી દીપકભાઈ શેઠ ના વાર્તાલાપ નું આયોજન ઉપર મુજબ કરવામાં આવેલ છે. સર્વે સભ્યોને તેનો અચૂક લાભ લેવા વિનંતી છે.
આયોજક:સમ્યગ જ્ઞાન પ્રસાર નિધિ
પ્રવક્તા: શ્રી દીપકભાઈ શેઠ
તા: 17-4-2016
સ્થળ:જ્ઞાતિ હોલ
સમય: સવારે 10 થી 11:30

___________________________________________________

તા. 15-3-2016 ના રોજ મહિલા મંડળે ગુજરાતી તથા હિન્દી જુના ગીતોની સ્પર્ધા રાખેલી છે. તો જેટલી સંખ્યા હશે તે પ્રમાણે ગ્રુપ પાડવામાં આવશે. બધાજ ભાગ લઈ શકશે પણ ઇનામને પાત્ર એજ હશે કે જે મહિલા મંડળના સભ્યો હશે.
સ્થળ:

જ્ઞાતિ હોલ વાસણા, તા. 15-3-2016 બપોરે 2-00 કલાકે

નોંધ:
  • જે બહેનો મહિલા મંડળની સભ્યો ના હોય તેઓને વિનંતી છે કે મહિલા મંડળના સભ્ય બનવા માટે રૂ।. 351.00 ભરી શક્ય એટલા જલ્દી મેમ્બર બનવા વિનંતી છે.
  • મહિલા મંડળની જે બહેનો દરેક પ્રોગ્રામમાં હાજર નથી રહી શકતા તેમને વિનંતી છે કે દરેક પ્રોગ્રામમાં હાજર રહે. સંખ્યા વધારે હોય તો અમને પણ સારી સફળતા મળે અને ઉત્સાહમાં વધારો થાય.