Medical

-: મેડીકલ સહાયની યોજના :-

આજના વર્તમાન યુગમાં તબીબી સારવાર ખૂબજ મોંઘી થયેલ છે. સમાજના આર્થિક રીતે જરૂરીયાત વાળા સભ્યો માટે આ ખર્ચને પહોંચી વળવું મુશ્કેલ છે.તેથી આપણા મંડળ દ્વારા આવા સભ્યો ને યોગ્ય સહાય મળે તે માટે શ્રી નવનીતલાલ ચીમનલાલ ગાંધી (રણુંજ) અને શ્રી અમૃતલાલ પિતામ્બરદાસ શાહ (ઉનાવા) મેડીકલ સ્કીમ દ્વારા જરૂરીયાત વાળા સભ્યોનો છેલ્લા ૪ વર્ષથી મેડિક્લેમ લેવામાં આવે છે. જેનું પ્રીમીયમ આપણા મંડળ દ્વારા ભરવામાં આવે છે. તે ઉપરાંત બહારના દર્દીઓ (OPD) તરીકે હોસ્પીટલમાં દાખલ થયેલ સભ્યોને મંડળના ધારા ધોરણ મુજબ મેડિકલ બીલમાં સહાય આપવામાં આવે છે.