ઉદ્દેશો
- જ્ઞાતિના ઉત્કર્ષ માટે આર્થિક, સામાજિક અને શૈક્ષણિક કાર્યો હાથ ધરવા.
- જ્ઞાતિના સભ્યો માટે તબીબી સહાય અર્થે યોગ્ય વ્યવસ્થા તંત્ર ઉભુ કરવું.
- જ્ઞાતિની મહિલાઓ તથા યુવક-યુવતિઓને સહાય થકી આત્મનિર્ભર બને તેવા કામોનું આયોજન કરવું.
- જ્ઞાતિના સભ્યો માટે ધાર્મિક, શૈક્ષણિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમો ગોઠવવા.
- જ્ઞાતિના આર્થિક રીતે નબળા કુટુંબો માટે સામર્ધિક સહાય, મેડીકલ સહાય, શૈક્ષણિક સહાય માટે યોગ્ય વ્યવસ્થા કરવી.
- જ્ઞાતિમંડળના યુવાનો, યુવતિઓ, વિધ્યાર્થીઓ, વિધ્યાર્થીનીઓ તથા પ્રતિભાસંપન્ન વ્યક્તિઓનું કેળવણી ક્ષેત્રે અને નોંધપાત્ર સિધ્ધિઓ હાંસલ કરી હોય તેમનું સન્માન કરી પ્રોત્સાહિત કરવા.
- જ્ઞાતિ દ્વારા ચાલતી વિવિધ પ્રવૃત્તિઓની જાણકારી સમગ્ર જ્ઞાતિના સભ્યોને મળી રહે તે માટે માસિક મુખપત્ર ચલાવવું.
- જ્ઞાતિની વિવિધ પ્રવૃત્તિઓ માટે જરૂરી સૌજન્ય દાન લેવું તથા તેનો ઉપયોગ મંડળની પ્રવૃત્તિમાં યોગ્ય રીતે કરવો.