યુવા ફોરમ
શ્રી મહેસાણા પ્રાંત જૈન દશા શ્રીમાળી જ્ઞાતિ મંડળ, અમદાવાદ અંતર્ગત યુવા વિકાસ પ્રવૃત્તિ પણ અમલમાં છે. જાન્યુઆરી-૨૦૧૪માં યુવા મંડળની સ્થાપના કરવામાં આવેલ છે. જેમાં સભ્ય સંખ્યા અંદાજે સો (૧૦૦) છે. આ મંડળની સ્થાપના કર્યા બાદ તારીખ: ૧૬/૧૨/૨૦૧૪ ના રોજ મુંબઇ મુકામે સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઇ જીતીને કપ મેળવ્યો. આમ યુવા વિકાસ પ્રવૃત્તિની શરૂઆત થઇ ચૂકી છે. હજુ આ મંડળ દ્વારા ઘણી બધી પ્રવૃત્તિઓનું આયોજન કરવાનું વિચારમાં આવેલ છે, જેમાં સમાજના યુવા / યુવતિઓ ભાગ લઇ શકશે.