મહિલા મંડળ
મહિલા મંડળની શુભ સ્થાપના તા. ૧૬. ૦૮. ૧૯૯૨ ના મંગલદિને થઇ. મહિલા મંડળની સ્થાપનાનો શ્રેય ડો. પિયુષભાઈ કે શાહ (ઉનાવા) અને મોટા મંડળ નો મુખ્ય છે. મહિલા મંડળને શરૂઆતથીજ મોટા મંડળની નીતિવિષયક, આર્થિક, સામાજિક માર્ગદર્શન પ્રાપ્ત થયેલ છે. મહિલા મંડળના ૨૫ વર્ષના વિકાસમાં જ્ઞાતિ સભ્યોનો, દાતાશ્રીઓનો અમૂલ્ય સહકાર પ્રાપ્ત થયેલ છે અને તેને કારણે મહિલા મંડળ પ્રગતિના સોપાન સર કરતુ રહેવા પામેલ છે. સમગ્ર કારોબારીની જહેમતને કારણેજ આજે અનેકવિધ કાર્યક્રમો સમાજને આપી ગૌરવનું સ્થાન પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બનેલ છે.
મહિલા મંડળ વર્ષ દરમ્યાન અનેક પ્રોગ્રામો આપે છે અને સમાજની બહેનો ઉમંગભેર ભાગ લઇ પુરુષ સમોવડી બની રહી છે.
વર્ષ દરમ્યાન દર માસે અનેક વિધ જેવાકે ગહુંલી હરિફાઈ, ધાર્મિક અંતાક્ષરી, મહાવીર સ્વામીના જીવન ચરિત્રનો વાર્તાલાપ, સાથિયા હરીફાઈ, હાલરડાં સ્પર્ધા, અતિ અનુંમોદનીય એવું તપસ્વી બહુમાંનનો કાર્યક્રમ, યાત્રા પ્રવાસ, પીકનીક, બાળકો માટે વેકેશનમાં રમતગમત- ચિત્ર સ્પર્ધા, નવરાત્રી – ગરબા, દીપાવલી પર્વ પ્રસંગે સ્નેહમિલન, સ્વાસ્થ્ય માટે નિષ્ણાતોને બોલાવી વાર્તાલાપ, કેન્સર હોસ્પીટલની મુલાકાત, ઘરડાઘરની મુલાકાત, સુગમ સંગીત સ્પર્ધા, હાઉસી, ફિલ્મ અંતાક્ષરી, લોક સાહિત્યનો ડાયરો, સમાજની બહેનો દ્વારા તૈયાર કરેલ નાટક સમાજને દર્શાવીને મનોરંજન પૂરું પડતો કાર્યક્રમ, દર બે વર્ષે જાજરમાન હોલમાં સંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરી જ્ઞાતિના ભાઈ- બહેનો, વડીલો, બાળકો તથા યુવક -યુવતીઓને સ્ટેજ પર તેમનામાં રહેલી કળા સાર્થક થાય તે માટે ગરબા, ડાન્સ, મિમિક્રી, રાસ, નાટકના પ્રોગ્રામો સમાજના આનંદ પ્રમોદ માટે કરવામાં આવે છે.