-: સાધર્મિક સહાય યોજના :-
શ્રીમતી વર્ષાબેન દિલીપભાઇ ભોગીલાલ શાહ (ભાલક) મુખ્ય સૌજન્ય દાતા તથા શ્રીમતી મંગુબેન ચંદુલાલ શાહ (વડાવલી) સહાયક સૌજન્ય દાતા ના આર્થિક સહયોગથી આપણા મંડળ દ્વારા સાધર્મિક સહાય યોજના ચલાવવામાં આવે છે.
અત્યારની કારમી મોંઘવારીમાં સામાન્ય સારી આવક ધરાવતા પરિવારોને પણ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવામાં તકલીફ પડે છે. આવા સંજોગોમાં ખૂબજ ઓછી આવક ધરાવતા આપણી જ્ઞાતિના સાધર્મિક બંધુઓને મદદ કરવી એ આપણી નૈતિક ફરજ છે. આ યોજના દ્વારા જરૂરિયાતવાળા કુટુંબોને વર્ષમાં બે વખત ખાધ્ય સાધન સામગ્રી તેઓના ઘરે પહોંચાડવામાં આવે છે.