-: તપસ્વી બહુમાન :-
“સર્વને આનંદ થાય તેવું બોલવું એ પણ એક તપ છે.”
શ્રી મહેસાણા પ્રાંત જૈન દશા શ્રીમાળી જ્ઞાતિ મહિલા મંદળના નેજા હેઠળ દર વર્ષે પર્યુષણ મહાપર્વમાં અઠ્ઠાઇ કે તેથી વધુ તપ કરનાર તેમજ અન્ય મોટા તપ જેવા કે ખીરસમુદ્ર- સિધ્ધિતપ, ઉપધાન તપ, અઠ- દસ – હોપ, ચોસઠ પહોરી પોષધ, વર્ષીતપ, નવ્વાણુમત્રા, ૧૦૦ ઓળીની ઉત્કૃષ્ઠ આરાધના વગેરે તપસ્વીઓએ કરી હોય તેવા તપસ્વીઓનું મહિલા મંડળ દ્વારા બહુમાન કરવામાં આવે છે.
મહિલા મંડળના પ્રમુખ શ્રીમતિ ઉર્મીલાબેન શાહ, ઉપ પ્રમુખ શ્રીમતિ પ્રવીણાબેન બી. ગાંધી તથા સમગ્ર મહિલા મંડળની બહેનો આ કાર્યક્રમ દર વર્ષે સફળતાપૂર્વક સંપન્ન કરે છે.